No video

Ep 6: દીકરીનો બાપ બન્યા બાદ પણ પરવેઝ ના સુધર્યો, તેના કાંડને લીધે પૂનમની આબરૂંના ધજાગરા ઉડ્યા

  Рет қаралды 7,928

I am Gujarat

I am Gujarat

Күн бұрын

પૂનમ દીકરીને લઈને સુરત આવી ત્યારે શરૂઆતના દિવસોમાં પરવેઝનો વ્યવહાર ઘણો સારો રહ્યો હતો, પૂનમને એમ હતું કે દીકરીનો બાપ બન્યા બાદ હવે પરવેઝ સુધરી જશે. જોકે, તેમને જે નવો ફ્લેટ લેવાનો હતો તેના માટે પૂનમના પિતાએ એવી શરત મૂકી હતી કે તે ફ્લેટ પૂનમના નામે હોવો જોઈએ. આ વાત પર એક દિવસ પરવેઝે ખૂબ ઝઘડો કર્યો હતો, તે પૂનમને એવું જ કહેતો હતો કે તારા બાપને હજુય મારા પર વિશ્વાસ નથી. પરંતુ પૂનમે જ્યારે આ અંગે તેના પિતા સાથે વાત કરવાનું કહ્યું ત્યારે તે ચૂપ થઈ ગયો હતો. તે બંને નવા ફ્લેટમાં શિફ્ટ થયા ત્યારે તેમની દીકરી જિયા ચાર મહિનાની થઈ ગઈ હતી, અને હવે પૂનમના મમ્મી-પપ્પા પણ તેના ઘરે આવતા થઈ ગયા હતા. પૂનમ પણ અઠવાડિયામાં એકાદ-બે દિવસ જિયાને લઈને તેના સાસરે જતી હતી અને તે વખતે મરણપથારી પર પડેલા તેના દાદા સસરા પૂનમને વિનંતી કરતા હતા કે તે પરવેઝની સગી બેન આયશાને પોતાની સાથે જ લઈ જાય અને તેના ઘરે જ રાખે. આયશા પૂનમની સાતેક વર્ષ નાની હતી, તે હજુ સ્કૂલમાં જ ભણતી હતી પરંતુ તેની સાવકી મા તેને બરાબર નહોતી રાખતી અને પરવેઝના બાપને જાણે દીકરીની કોઈ ચિંતા જ નહોતી. આમેય પૂનમ હવે 2 BHK ફ્લેટમાં રહેતી હતી, અને પરવેઝ રાત્રે બાર વાગ્યા પહેલા ઘેર આવતો પણ નહોતો જેથી પોતાની એકલતા દૂર કરવા માટે પૂનમ આયશાને પણ તેની સાથે જ રહેવા માટે લઈ આવી હતી. આયશા તે વખતે લગભગ ૧૩ વર્ષની હતી, પણ મા વિનાની તે છોકરીને કોઈએ સરખી રીતે રહેતા શીખવ્યું જ નહોતું. તેને ઘરેથી એકલા બહાર જતા પણ ડર લાગતો હતો, અને કોઈની સાથે વાત તો તે કરી જ નહોતી શકતી. આયશાની અમુક આદતોથી પૂનમને પણ ઘણીવાર સૂગ ચઢતી, પણ તે પોતાની નણંદની સ્થિતિ સારી રીતે સમજતી હતી. પૂનમે જ આયશાને પોતાની સાથે રાખીને તેને ખૂબ જ તૈયાર કરી હતી, અમુક મહિના બાદ તો તેનો અને આયશાનો નાતો જાણે નણંદ-ભાભીનો નહીં પણ સગી મા-દીકરી જેવો થઈ ગયો હતો. તો બીજી તરફ, પૂનમ અને પરવેઝના સંબંધ પણ હવે સામાન્ય થઈ રહ્યા હતા, તે નિલોફરવાળું પ્રકરણ ભૂલી પણ ચૂકી હતી.. જોકે, ક્યારેક-ક્યારેક તેને પરવેઝના અમુક લક્ષણો જોઈને તેના પર શંકા તો થઈ જ જતી હતી.

Пікірлер: 14
@IamGujarat
@IamGujarat 11 ай бұрын
આ સિરીઝના તમામ એપિસોડ્સ જોવા માટે ક્લિક કરો: kzfaq.info/get/bejne/Y618aqyp3Nm7lKs.html
@sushmaakhade6044
@sushmaakhade6044 11 ай бұрын
Poonam deserves all these things!!!
@nipunparmar4140
@nipunparmar4140 11 ай бұрын
Parents are always right
@shobhnapatel3126
@shobhnapatel3126 11 ай бұрын
Poonam deserve its
@mafatlalpatel4212
@mafatlalpatel4212 11 ай бұрын
Beware of other religion persons
@bhartipatel4734
@bhartipatel4734 11 ай бұрын
Episode 3
@Nainakshipatel8024
@Nainakshipatel8024 11 ай бұрын
sorry to say... now this is going to bore to this story. why do you stretch it...
@HARSHADPATEL-ju3xo
@HARSHADPATEL-ju3xo 26 күн бұрын
Bhai atiyare government job ma mata pita maja kare se #okarani koi padi nathi patel samaj bagadelo se mara kaka mamldar se ana sokata daru pive amani vahi sashu gam ma a ragali kam chalu se chori tamari pase joi MIDALCLL and beverages ni koi kahani nahi male government choro a bathu bhogave se mara reflection ma kai police crime ma se sadani potany sokary bhagel se ane got mamldar b d patel na sokara gamade deshi daru no than those kare se
@chaudharyrameshbhai3157
@chaudharyrameshbhai3157 11 ай бұрын
પુનમ હાલ કયા હાલતમાં છે એ કહેજો આગળ
@IamGujarat
@IamGujarat 11 ай бұрын
Sure!!
@user-ol4lm9he4x
@user-ol4lm9he4x 11 ай бұрын
Aaghal.no.bhagh.aapsho.. Poonam.kya.che.te.janavsho...
@IamGujarat
@IamGujarat 11 ай бұрын
આવતીકાલે બપોરે બે વાગ્યે..
Magic? 😨
00:14
Andrey Grechka
Рет қаралды 19 МЛН
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 19 МЛН
Magic? 😨
00:14
Andrey Grechka
Рет қаралды 19 МЛН