કોઈ કાર્ય નાનું નથી હોતું..મહેનત જ કચરા માંથી કંચન મેળવી આપે છે - Kanjibhai Bhalala

  Рет қаралды 5,506

Shree Saurashtra Patel Seva Samaj

Shree Saurashtra Patel Seva Samaj

Ай бұрын

પ્રગતિશિલ સમાજના નિર્માણ માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તરફથી દર ગુરુવારે વિચારોનું વાવેતર કરવામાં આવે છે. તા. ૧૩/૦૬/૨૦૨૪ ગુરુવારે વરાછા બેંકના ઓડીટોરીયમમાં યોજાયેલ ૬૫માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, માણસ શું કામ કરે છે તે અગત્યનું નથી પરંતુ તે કામ ને કેટલા દિલથી કરે છે તે વધુ અગત્યનું છે. લોકોના મનમાં કામ પ્રત્યેની માન્યતાઓ હોય છે. વાસ્તવમાં કામ કોઈ નાનું કે મોટું હોતું નથી. તેમણે નવો વિચાર આપતા જણાવ્યું હતું કે, કોઈ કાર્ય નાનું નથી હોતું, મહેનત જ કચરામાંથી સોનું અપાવે છે. કચરા કલેક્શન કે તેને જુદો પડવાનું કામ સામાન્ય નથી. આખો દિવસ કચરું એકઠું કરી તેને જુદુ પાડી તેનું વેચાણ કરી ગુજરાન ચલાવતા હરેશભાઈ દુધાતનો પરીવાર આટલી મહેનત પછી પણ ખુશખુશાલ જીંદગી જીવે છે. તેને ધ્યાનમાં રાખી જણાવ્યું હતું કે, કાર્યને જો માન અને મન આપવામાં આવે તો વ્યક્તિને સંતોષ અને સફળતા બંને મળે છે. ધંધાની સફળતા માટે જણાવ્યું હતું કે, કામની સફળતા માટે માત્ર બે જ વિકલ્પો છે ગમતું કામ કરો અથવા કામને ગમતુ કરો.
કાર્ય ક્યારેય નાનું હોતું નથી. જો દિલથી કરવામાં આવે તો તેમાંથી આવક અને સંતોષ બંને મળતા હોય છે. સૌરાષ્ટ્રના ગીરગઢડા તાલુકાના અભલવડ ગામના શ્રી હરેશભાઈ બાલુભાઈ દુધાત તથા તેમના પત્ની લીલાબેન તથા દીકરો વિવેક કાપડના કારખાનાઓ માંથી નીકળતા કચરાનું કલેક્શન કરી તેમાંથી ગુજરાન ચલાવે છે. લસકાણા ટેક્ષટાઈલ્સ કારખાનાઓ માંથી નીકળતા પૂઠા-પ્લાસ્ટિક હોય કે અન્ય કચરું ભેગુ કરી લઈ જનાર હરેશભાઈ અને તેમના પત્ની તેને જુદી પાડી તે ભંગાર અલગ અલગ જગ્યાએ વેચી આ કુટુંબ મહીને રૂ. ૧,0૦,૦૦૦/- ની આવક મેળવે છે. કચરું કલેક્ટ કરવાનું કામ નીચું છે તે માનવાને બદલે પૂરી નિષ્ઠા અને ઉત્સાહથી કામ કરી ખુબ સારી આવક મેળવી રહ્યા છે. વેલેંજા અને કામરેજ ખાતે બે મકાનો છે. કચરામાંથી આવક મેળવી તેની બચત કરી રહ્યા છે. આ ઉદાહરણરૂપ પરિવારનું અભિવાદન કરાયું હતું. અને મહેનત કરી કચરામાંથી સોનુ મેળવી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડયું હતું.
#thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
*******************************************************************
❋ Instagram : / spss_surat
❋ Facebook : / shreesaurashtrapatelse...
❋ LinkdIn : / shree-saurashtra-patel...
❋ Twitter : / official_spss
❋ KZfaq : / @spss_surat
❋Website : www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222

Пікірлер: 4
@kantamadhaparia9101
@kantamadhaparia9101 Ай бұрын
Very good speech.
@naresh_vilog
@naresh_vilog 23 сағат бұрын
🫀🫀🫀🙏
@bharathemani4608
@bharathemani4608 Ай бұрын
Super my word lost 🎉🎉🎉
@sakariyasangita6677
@sakariyasangita6677 Ай бұрын
Great information
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
Зачем он туда залез?
00:25
Vlad Samokatchik
Рет қаралды 3,2 МЛН
BEST MOTIVATIONAL SPEECH " ZINDGI MOJ THI JIVO " BY KANJIBHAI BHALALA
34:18
REAL NETWORK SURAT
Рет қаралды 45 М.
Halaman Jethva Ni Varta   | Shantilal Vataliya | Gujarati | 2024
48:29
Studio ShreeMeldikrupa
Рет қаралды 67 М.
When an RV meets a zombie outside #rv
0:21
campingWorld
Рет қаралды 28 МЛН
Выйграли Много Денег с Сыном
0:55
Карман
Рет қаралды 8 МЛН
Никогда не убивай это существо! 😱
0:28
Бушмен и бабуин. В поисках воды.
0:42
BERMUDA
Рет қаралды 10 МЛН